ગુજરાત

ઇવીએમમાં ખામીને લઇને મોડાસામાં બબાલ, EVM મશીન પર શંકા જતાં લોકો તૂટી પડયાં

અરવલ્લીના મોડાસામાં એક મતદાન બૂથ પર જોરદાર બબાલ થયાની ધટના સામે આવી છે. આ ઘટનામાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.અરવલ્લીના મોડાસામાં કે.એન.શાહ સ્કુલમાં મતદાન બુથ પર બબાલ સર્જાઇ છે. અહીં EVM ખોટવાયા બાદ પણ ગ્રીન લાઈટ દર્શાવતી હોવાનો કોંગ્રેસના કાર્યાકરોએ ફરિયાદ કરી હતી. કેટલાક શખ્સો બુથમાં ફરતા હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ કાર્યકરોએ આચારસંહિતાના ભંગનો આરોપ લગાવ્યો છે. આ મતદાન બૂથ પર ઇવીએમ મશીન ખોટવાયા હતા. જો કે રિપેર થયા બાદ પણ ગ્રીન લાઈટ દર્શાવતી હોવાની કોંગ્રસના કાર્યકરોએ ફરિયાદ કરી હતી. અહીં ઇવીએમમાં ખટાકાય બાદ ઇવીએમમાા શંકાસ્પદ ગિતવિધિ જણાવા કોંગ્રેસના કાર્યકરોએ અધિકારાઓને ફરિયાદ કરી હતી. ઉગ્ર રજૂઆત બાદ અહીં મારા મારી થઇ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વાર સવારમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મતવિસ્તારમાં જ EVM મશીન ખોટકાયુ હતુ, નવસારીમાં મતદાન મથક નંબર-86 પર EVM ખોટવાયું હતુ. EVM બંધ થતા MLA રાકેશ દેસાઈ પરત ફર્યા હતા. બાદમાં EVM બદલવાની પ્રક્રિયા અને કામગીરી પ્રશાસન દ્વારા શરૂ કરાઇ હતી. ભાવનગરમાં બૂથ નંબર 225 પર એક સાથે બે EVM મશીનો ખોટકાઇ ગયા હતા, મિલિટરી સોસાયટીમાં બૂથ નં-225 પર બે EVM પડ્યા બંધ હતા, જેના કારણે અહીં છેલ્લી 30 મિનિટથી મતદાન અટક્યુ હતુ.

આ ઉપરાંત નવસારીમાં બૂથ નંબર-9 પર EVM બંધ પડી ગયું હતુ. EVM બંધ પડતાં અહીં મતદાન 30 મિનિટ મોડું શરૂ કરાયુ હતુ. જુનાગઢમાં પ્રાથમિક શાળા નં-4માં EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામી સર્જાતા EVM મશીન બદલવામાં આવ્યુ હતુ, અચાનક મશીન ખોટકાતા મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ.મોરબીમાં EVMમાં ટેકનિકલ ખામીથી મશીન ખોટકાયુ હતુ. મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, જેન કારણે મતદાન અટક્યું હતું વડોદરાના સાવલીના કરચીયા ગામમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, અહીં બે મતદાન મથક પૈકી 1 નંબરના બૂથ પર EVMમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી, ટેકનિકલ ખામીના કારણે EVM મશીન બદલવું પડ્યું હતુ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x