ગુજરાત

ગુજરાતમાં ભાજપને લોકસભાની તમામ બેઠકો નહિ મળે, સટ્ટાબજારમાં એક જ ઝાટકે ભાવ વધીને 90 થઇ ગયો

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થવા સાથે જ સટ્ટાબજારમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અત્યાર સુધી તમામ આ બેઠક ભાજપને જ મળવાનું નિશ્ર્ચિત માનતું સટ્ટાબજાર હવે બે બેઠક ‘જોખમી’ ગણવા લાગ્યા છે.તમામ 25 બેઠક ભાજપને મળવાનો ભાવ 55 પૈસામાંથી વધીને 90 પૈસા બોલાવા લાગ્યો છે જેનો અર્થ તમામ બેઠકો ભાજપને મળવા પર શંકા છે.

અમરેલીમાં જેનીબેન ઠુમ્મર તથા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર ગુજરાતમાં ભાજપને તમામ બેઠકો જીતવાની હેટ્રીક સર્જવું અટકાવી શકે છે. દેશમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબકકા પૂર્ણ થયા છે. હજુ ચાર તબકકા બાકી છે છતાં અત્યાર સુધીમાં અર્ધા કરતા વધુ બેઠકોમાં મતદાન સંપન્ન થઇ ગયું છે. આ સાથે સટ્ટા માર્કેટમાં દાવ-સટ્ટો વધવા લાગ્યા છે.

ચૂંટણીમાં કરોડો-અબજો રૂપિયાનો સટ્ટો રમાતો હોવાની જાણીતી વાત છે અને તેમાં રાજકીય નેતાઓ પણ હાથ અજમાવી લેતા હોય છે. લોકલ સીટથી માંડીને રાજ્ય તથા દેશની સીટો પર પણ દાવ લાગતા હોય છે.

ગુજરાતની તમામ બેઠકોમાં મતદાન ખત્મ થઇ જવા સાથે સટ્ટોડિયાઓએ આખરી તારણ કાઢીને ભાવમાં મોટો બદલાવ કર્યો છે. જાણકાર સૂત્રોએ જમાવ્યું છે કે ગુજરાતની તમામ બેઠકો ભાજપને જ મળવાનો અત્યાર સુધી છાતી ઠોકીને દાવો કરાતો હતો. સુરત બેઠક અગાઉ જ બીનહરિફ થઇ ગઇ હતી. બાકીની 25 બેઠકોમાં પણ ભાજપનો વિજય વાવટો ફરકાવાના અનુમાન સાથે સટ્ટાબજારમાં ભાજપનો 55 પૈસાનો ભાવ બોલાતો હતો.

ક્ષત્રિય આંદોલન તથા અન્ય નાના મોટા કારણોથી ઉમેદવારોની લીડ ઘટી શકે પરંતુ પરિણામમાં કોઇ બદલાવ નહીં થવાનું ગણિત હતું પરંતુ ગઇકાલે ચૂંટણી ખત્મ થયા બાદ સટ્ટાબજારના ભાવમાં મોટો બદલાવ થયો છે. તમામ 25 બેઠકો ભાજપને મળવાનો ભાવ 55 પૈસા ચાલતો હતો તે એક જ ઝાટકે વધીને 90 થઇ ગયો હતો. મતદાન પછી ભાવમાં બદલાવને ઘણો સૂચક ગણવામાં આવે છે. સટ્ટોડિયાઓ મતદાનની હટાવારી તથા અન્ય ફેક્ટરને ગણતરીમાં રાખીને આ બદલાવ કરતા હોય છે.

સૂત્રોના કહેવા પ્રમાણે 55 પૈસાના ભાવનો અર્થ ‘એકદમ નિશ્ચિત’ ગણાય છે જ્યારે 90 પૈસા ‘જોખમ’ની શ્રેણીમાં આવે છે. અને તમામ 25 બેઠકો ભાજપને મળવા પર થોડી શંકાનો સંકેત આપે છે.

સટ્ટાબજારમાં એવી વાત છે કે મતદાન પછી અમરેલી તથા બનાસકાંઠાની બેઠકના તારણો બદલાયા છે. અમરેલીમાં ભાજપના ભરત સુતરીયા સામે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરનો મુકાબલો રહ્યો છે. આ બેઠકનું પરિણામ કદાચ ઉંધાચતૂ થઇ શકે છે.

આ જ રીતે બનાસકાંઠાની બેઠક પણ ભાજપને મળવા પર શંકા વ્યકત થવા લાગી છે. આ બેઠક પર કોંગ્રેસના ગેબીબેન ઠાકોર લડયા છે. તેઓએ પ્રચારની શરૂઆત વખતથી જ પ્રચંડ જોર કર્યું હતું.મહત્વની વાત એ છે કે, સમગ્ર ગુજરાતમાં સરેરાશ મતદાનમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. ત્યારે એક માત્ર બનાસકાંઠાની બેઠકમાં મતદાનમાં વધારો નોંધાયો છે. સામાન્ય રીતે જેટલું મતદાન વધુ થાય એટલી સ્પર્ધા વધુ હોવાનું ગણાય છે. બનાસકાંઠામાં વધેલું મતદાન આ તર્કને આધારે પમ સૂચક છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x