ગુજરાત

NEET/JEE અને હવે 12 સાયન્સના પરિણામોમાં કિશોર ઈન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાત ગજવ્યુ

ચુંટણીના ગરમ માહોલ વચ્ચે આ મહિને વર્ષ ૨૦૨૪ના જાહેર થયેલાં બોર્ડ એકઝામના રિઝલ્ટમાં ગુજરાતના નંબર-૧ ઇન્સ્ટિટયુટ એવા કિશોર ઇન્સ્ટિટયુટના વિધાર્થીઓએ ન ભુતો ન ભવિષ્યતી જેવા ઉચ્ચ કિર્તીમાનો સ્થાપિત કરી સમગ્ર ગુજરાતનું ઘ્યાન ફરી એકવાર ગાંધીનગર તરફ ખેંચ્યુ છે. આ મહિને વર્ષ ર૦૨૪ના બોર્ડના અને GUJCETનાં પરિણામ જાહેર થવાના હોઈ સમગ્રના શિક્ષણ જગતની નજર ગુજરાતના એજયુકેશન હબ એવા ગાંધીનગર ઉપર અને તેમાં પણ ખાસ કરીને કિશોર ઇન્સ્ટિટયુટ પર હતી. કારણ કે સમગ્ર શૈક્ષણિક જગત કિશોર ઈન્સ્ટિટયુટ જોડે નવા કીર્તિમાનોની અપેક્ષા રાખતુ હોય છે. અને દર વર્ષે કિશોર ઈન્સ્ટિટયુટ વાલીઓની અને વિદ્યાર્થીઓની અપેક્ષાઓની કસોટીમાં ઝળહળતી સફળતા મેળવી નવા કીર્તિમાનો સ્થાપિત કરતું આવ્યુ છે. જે માટે કિશોર ઇન્સ્ટિટયુટની ખુબ જ અનુભવી અને નિષ્ણાંત શિક્ષકોની આખુ વર્ષ ૩૬૫ દિવસની મહેનત અને સાથે સાથે કિશોર ઇન્સ્ટિટયુટ ઘ્વારા વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવતી શ્રેષ્ઠતમ સગવડો અને સુવિધાઓ કારણભુત છે. કારણકે સિધ્ધિ પ્રાપ્ત કરવી અને સિધ્ધિને ટકાવી રાખવી એ મુશ્કેલ છે. પણ દર વર્ષે જયારે ગુજરાત બોર્ડના, NEETના અને JEEના પરિણામો જાહેર થાય છે ત્યારે દર વખતની જેમ કિશોર ઇન્સ્ટિટયુટના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં ઉચ્ચ પરિણામ હાંસિલ કરી એ સાબિત કરી દે છે કે નંબર વન બનવુ એ કિશોર ઇન્સ્ટિટયુટની અને તેના વિધાર્થીઓની આદત અને સ્વભાવ છે. કારણ કે બોર્ડની એકઝામમાં અને GUJCETમાં 110 થી વધારે વિદ્યાર્થીઓએ 90% થી પણ વધારે પરિણામ પ્રાપ્ત કર્યુ છે. અને એ સાથે જ કિશોર ઇન્સ્ટિટયુટમાં નવા વર્ષે એડમિશન મેળવવા માટે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો અભુતપુર્વ ધશારો શરુ થઈ ગયો છે. કિશોર ઈન્સ્ટિટયુટના સ્થાપક શ્રી કિશોરસિંહ રાજપુતે જણાવ્યુ હતુ કે આ વર્ષે પોતાના બાળકનું શ્રેષ્ઠ પરિણામ ઈચ્છતા વાલીશ્રીઓએ બને તેટલું વહેલાં એડમિશન કન્ફર્મ કરાવી લેવુ કે જેથી કરીને સમયસર ચાલુ થતી બેચમાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે અને તેમનો સમય ન બગડે. કારણ કે આજના સ્પર્ધાત્મક સમયમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષણ માટે કિશોર ઈન્સ્ટિટયુટમાં ભણવા આવતા વિધાર્થીઓને કલાસ કુલ થઈ જાય તે પહેલાં એડમિશન કન્ફર્મ કરાવવાની પ્રોસેસ થતી હોય છે. કિશોર સરે કહયું હતુ કે ઓછી બેચીસ અને શ્રેષ્ઠ શિક્ષણ થકી શ્રેષ્ઠ પરિણામ એ કિશોર ઈન્સ્ટિટયુટનો ગોલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x