શેફાલી વર્માએ સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ બાંગ્લાદેશ સામેની પાંચમી T20 ઈન્ટરનેશનલમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. શેફાલી બાંગ્લાદેશ સામે સિલ્હટમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 100મી મેચ રમવા આવી હતી અને આ દરમિયાન તેણીએ મેદાન પર પગ મૂકતા જ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
શેફાલી વર્મા 9 મેના રોજ બાંગ્લાદેશ સામે રમાયેલી પાંચમી T20 મેચમાં તેની આંતરરાષ્ટ્રીય કરિયરની 100મી મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. આ સમયગાળા દરમિયાન, શેફાલી ભારતીય પુરુષ ક્રિકેટ અને મહિલા ક્રિકેટમાં 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર સૌથી યુવા ખેલાડી બની હતી.
શેફાલી વર્માએ 20 વર્ષ અને 102 દિવસની ઉંમરમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સચિન તેંડુલકરે 20 વર્ષ 329 દિવસની ઉંમરે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. શેફાલીએ વેસ્ટ ઈન્ડિઝના શમિન કેમ્પબેલને પાછળ છોડી દીધો, જેણે 21 વર્ષ અને 18 દિવસની ઉંમરે તેની 100મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.