Uncategorizedરાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ મુસાફરોથી ભરેલી સરકારી બસમાં યાત્રા કરી લોકો સાથે કરી ચર્ચા’

લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધી હતી. ત્યારપછી રાહુલ ગાંધીએ રાજ્યની રોડવેઝ બસમાં મુસાફરી કરી સૌને ચોંકાવી દીધા હતા. મુસાફરોથી ભરેલી બસમાં મુસાફરી કરી તેમણે લોકો સાથે વાતચીત કરી હતી. બસમાં સવાર મુસાફરો પણ રાહુલ ગાંધીને તેમની વચ્ચે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.બસમાં રાહુલની સાથે રાજ્યના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી પણ હાજર હતા.

મલ્કાજગીરી લોકસભા મતવિસ્તારના સરૂરનગરમાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાહુલ તેલંગાણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (TSRTC)ની બસમાં સવાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુસાફરોમાં ‘પંચ ન્યાય’ બ્રોશરનું વિતરણ કર્યું હતું અને રાજ્યમાં કોંગ્રેસ સરકાર દ્વારા મફત બસ મુસાફરી યોજનાના અમલીકરણ અંગે લોકો પાસેથી માહિતી લીધી હતી.મુસાફરો સાથે વાતચીત કરતી વખતે, રાહુલ ગાંધીએ કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને કામદારો જેવા વિવિધ વર્ગો માટે આપેલા વચનોથી વાકેફ કરાવ્યા હતા. રાહુલ ગાંધીને તેમની સાથે મુસાફરી કરતા જોઈને મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘણાએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x