ગાંધીનગરગુજરાત

માધવગઢ ગામના કુંજ વાળંદે ધોરણ 12 સાયન્સમાં ૯૧.૪૭% મેળવી ટોચનું સ્થાન હાંસલ કર્યું

માધવગઢ ગામના કુંજ વાળંદે ધોરણ 12 સાયન્સમાં ૯૧.૪૭% મેળવી ટોચનું સ્થાન હાંસલ કર્યું કહેવાય છે કે સોનાને જેટલું તપવીએ તેટલું વધુ સારુ બને. સામાન્ય જીવનમાં પણ સફળતા મેળવવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. ગુજરાતીમાં તો આપણે કહીએ પણ છીએ કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. એટલે કે મહેનતનો કોઈ બીજા વિકલ્પ નથી, સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કુંજ વાળંદે આ વાતને સાબિત કરી બતાવી છે. ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં ખેડૂત ભરતભાઇ વાળંદના પુત્ર કુંજ વાળંદે ધોરણ 12 સાયન્સમાં માં ૯૧.૪૭% તથા ગુજકેટમાં ૯૧.૨૫% પર્સેન્ટાઈલ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કુંજ વાળંદે આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં ચોતરફથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આજકાલ બોર્ડની પરીક્ષાનો જે હાઉ ઉભો થયો છે, ત્યારે બાળકોને સારા પરિણામ માટે માતા-પિતા કોઈ જ કચાશ રાખતા નથી. ભરતભાઇ અને માતા સોનલબેને પુત્રને અભ્યાસમાં કોઈ કચાસ ન રહે તે માટે મહેનત કરી આ લાયક બનાવ્યો છે. ચોર્યાસી જૂથ વાળંદ સમાજના પ્રમુખ નારણભાઇએ કુંજ ભરતભાઇ વાળંદને અંગે કહ્યું કે, “આપણા ચોર્યાસી જૂથ વાળંદ સમાજ માટે આ ગૌરવ લેવા જેવું છે. કુંજને અનંત શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન.” સંઘર્ષની આગમાં તપીને પણ સોળે કળાએ ખીલી ઉઠતા આવા વિદ્યાર્થીઓ આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. કુંજને વાળંદ સમાજ, માધવગઢના ગ્રામજનો, સ્નેહી અને સ્વજનો તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધી બેસ્ટ.કહેવાય છે કે સોનાને જેટલું તપવીએ તેટલું વધુ સારુ બને. સામાન્ય જીવનમાં પણ સફળતા મેળવવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. ગુજરાતીમાં તો આપણે કહીએ પણ છીએ કે સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે નહાય. એટલે કે મહેનતનો કોઈ બીજા વિકલ્પ નથી, સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કુંજ વાળંદે આ વાતને સાબિત કરી બતાવી છે.
ગાંધીનગર જિલ્લાના માધવગઢ ગામમાં ખેડૂત ભરતભાઇ વાળંદના પુત્ર કુંજ વાળંદે ધોરણ 12 સાયન્સમાં માં ૯૧.૪૭% તથા ગુજકેટમાં ૯૧.૨૫% પર્સેન્ટાઈલ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા કુંજ વાળંદે આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં ચોતરફથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આજકાલ બોર્ડની પરીક્ષાનો જે હાઉ ઉભો થયો છે, ત્યારે બાળકોને સારા પરિણામ માટે માતા-પિતા કોઈ જ કચાશ રાખતા નથી. ભરતભાઇ અને માતા સોનલબેને પુત્રને અભ્યાસમાં કોઈ કચાસ ન રહે તે માટે મહેનત કરી આ લાયક બનાવ્યો છે.
ચોર્યાસી જૂથ વાળંદ સમાજના પ્રમુખ નારણભાઇએ કુંજ ભરતભાઇ વાળંદને અંગે કહ્યું કે, “આપણા ચોર્યાસી જૂથ વાળંદ સમાજ માટે આ ગૌરવ લેવા જેવું છે. કુંજને અનંત શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન.” સંઘર્ષની આગમાં તપીને પણ સોળે કળાએ ખીલી ઉઠતા આવા વિદ્યાર્થીઓ આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. કુંજને વાળંદ સમાજ, માધવગઢના ગ્રામજનો, સ્નેહી અને સ્વજનો તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધી બેસ્ટ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x