અરવિંદ કેજરીવાલે પદ પરથી રાજીનામું ન આપવાનું કારણ જણાવ્યું
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવ્યા પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન કેજરીવાલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘તે 50 દિવસ પછી જેલમાંથી પાછા ફર્યા છે કારણ કે તેના પર બજરંગબલીના આશીર્વાદ હતા. તેમણે મને દિલ્હી અને દેશની રાજનીતિમાં પરિવર્તન લાવવા મોકલ્યો છે. હું એમ જ કંઈ નથી આવ્યો બહાર.
કેજરીવાલે સંબોધનમાં કહ્યું કે, ‘ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે સીએમ કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું? ભાજપના મોટાભાગના લોકો આ સવાલ ઉઠાવતા હતા, પરંતુ આજે હું તમને જણાવીશ કે મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું કેમ ન આપ્યું તેની પાછળનું સત્ય શું છે. છેલ્લા 75 વર્ષમાં ભારતમાં તમામ રાજ્યોમાં ચૂંટણી થઈ છે, પરંતુ એવું ક્યારેય બન્યું નથી કે કોઈ પાર્ટીને દિલ્હી જેવી ઐતિહાસિક જીત મળી હોય.
કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં ઐતિહાસિક અંતર સાથે AAPની સરકાર બની હતી. આટલી જંગી બહુમતી મેળવ્યા બાદ તેઓ જાણતા હતા કે કેજરીવાલ અહીંથી ચૂંટણી ન હારી શકે. તેથી તેઓએ તેને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું, તે આપોઆપ જેલમાં જશે અને તેમણે રાજીનામું આપવું પડશે, પછી તેમની સરકાર જશે.