ahemdabadગુજરાત

અમદાવાદમાં બસોથી અકસ્માતની ઘટનાઓ વધતાં તંત્રએ AMTS અંગે લીધો મહત્ત્વનો નિર્ણય

અમદાવાદ શહેરના જોધપુર ચાર રસ્તા પાસે રવિવારે (12મી મે) એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. હવે આ બેફામ દોડતી એઅમટીએસ બસની સ્પીડને નિયંત્રણ કરાવવા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. એઅમટીએસના ચાલકો 45 કિ.મી પ્રતિ કલાકથી વધુની સ્પીડે બસ હંકારી શકાશે નહીં.

એઅમટીએસ બસથી સર્જાતા અકસ્માતને રોકવા લેવાયો નિર્ણય

અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માત બાદ તંત્રએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં એઅમટીએસની મહત્તમ સ્પીડ 50થી 60 કિ.મી પ્રતિ કલાકના બદલે ઘટાડીને 40થી 45 કિ.મી પ્રતિ કલાકની કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય કે, જોધપુર ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બઝાર નજીક એએમટીએસ બસના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા અને કાર સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લેતા નાસભાગ મચી હતી. અકસ્માતમાં પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

એઅમટીએસ બસની ફરી બ્રેક ફેઈલ થઈ હતી

પ્રાથમિક તપાસમાં બસની બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. આ અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.રવિવારે રાતના સાડા નવ વાગે ઇસ્કોન સર્કલ તરફથી એક એએમટીએસની બસ પુરઝડપે આવી હતી અને સિગ્નલ બંધ હોવાથી ધડાકાભેર એકપછી એક આઠ વાહનો સાથે અથડાઇ હતી. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. જો કે થોડે દુર બાદ બસ ઉભી રહી હતી. જેમાં ત્રણ કાર, બે રીક્ષાઓ અન્ય ટુ વ્હીલરને ભારે નુકશાન થયું હતું. અકસ્માતને પગલે ટ્રાફિકની સ્થિતિ સર્જાય હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x