CBSE બોર્ડનું ધોરણ 12નું 87.98% પરિણામ જાહેર
CBSE ધોરણ 12માના બોર્ડનું પરિણામ (CBSE 12th Results 2024) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ cbse.nic.in અને cbseresults.nic.in પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને પરિણામો જોઈ શકશે.results.cbse.nic.in
આ રીતે રિઝલ્ટ ચેક કરો
– સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in પર ક્લિક કરો
– હોમ પેજ પર જાઓ અને ધોરણ 12ના પરિણામની લિંક પર ક્લિક કરો
– તમારો વર્ગ પસંદ કરો અને લોગિન વિગતો સબમિટ કરો
– CBSE પરિણામ તપાસો અને તેની પ્રિન્ટ આઉટ પણ લો.
DigiLocker એકાઉન્ટમાં માર્કશીટ ડાઉનલોડ કરી શકાશે
વિદ્યાર્થીઓ હવે તેમની માર્કશીટ કમ સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિફિકેટ ડિજીલોકર પરથી છ-અંકના સિક્યુરિટી પિન દ્વારા ડાઉનલોડ કરી શકશે. આ છ અંકનો સિક્યુરિટી પિન તેમની સ્કુલમાંથી મળશે. આ પિનની મદદથી, વિદ્યાર્થીઓ DigiLocker એકાઉન્ટમાં જઈને તેમની ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્રો સહિત વિવિધ શૈક્ષણિક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશે.
સ્પર્ધા ટાળવા માટે સીબીએસઈએ આ વર્ષે પણ ટોપર્સ લિસ્ટ જાહેર કર્યું નથી. ગયા વર્ષે પણ 10મા અને 12મા ધોરણના ટોપર્સનું મેરીટ લિસ્ટ અને ટોપર્સ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ન હતું.