CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ
CBSE બોર્ડ 10મા ધોરણના વિદ્યાર્થીઓ તેમના માર્કસની ચકાસણી કરાવવા માટે અરજી કરી શકે છે. એપ્લિકેશન વિન્ડો 24મી મેના રોજ રાત્રે 11:59 વાગ્યે ખુલશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 2024 ના પરિણામોથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે માર્કસની ચકાસણી માટે અરજી કરી શકે છે. CBSE ધોરણ 10ની ચકાસણી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 24મી મે છે. આ માટે વિદ્યાર્થીઓએ cbse.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ માટે વિષય દીઠ 500 રૂપિયા ફી રાખવામાં આવી છે.
CBSE ધોરણ 10નું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. 93.60% રહ્યો છે. જે ગયા વર્ષની સરખામણીમાં 0.48 ટકા વધુ છે. વર્ષ 2023માં પાસ થવાની ટકાવારી 93.12% હતી. વર્ષ 2024માં ધોરણ 10ની પરીક્ષા માટે 2251812 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2238827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 2095467 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
બોર્ડની નોટિસ જણાવે છે કે માર્કસની ચકાસણી માટે અરજી કરનારા ઉમેદવારો માત્ર મૂલ્યાંકન કરેલ જવાબ પત્રકની ફોટોકોપી માટે અરજી કરવા પાત્ર રહેશે. જે ઉમેદવારોએ અરજી કરી છે અને જવાબ પત્રકની ફોટોકોપી મેળવી છે તેઓ જ પુનઃમૂલ્યાંકન માટે અરજી કરવા પાત્ર રહેશે.