રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યુ છે. ભાજપમાં જોડાવાની અટકળો તેજ.
ગાંધીનગર :
છેલ્લા કેટલાક સમયગાળાથી પક્ષથી નારાજ થયેલા કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમવો ફેલાઇ ગયો છે. આ સાથે જ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ કોંગ્રેસના બંન્ને ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કર્યું ક્રોસ વોટિંગ
આજે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. આ સાથે જ ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસની વિરૂદ્ધમાં મત આપ્યો છે. કોંગ્રેસના બંન્ને ધારાસભ્યોના ક્રોસ વોટિંગ પડતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહે ભાજપને મત આપ્યો હોવાની પૃષ્ઠી કોંગ્રેસના ઓબ્ઝરવર બ્રિઝેશ મેરજાએ કરી હતી. આપને જણાવી દઇએ કે, બ્રિજેશ મેરજા મોરબીના ધારાસભ્ય છે.અલ્પેશ ઠોકોરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મેં મતદાન કરી દીધું છે અને રિઝલ્ટ આવશે ત્યારે હકીકત સામે આવી જશે.