ગુજરાતરાષ્ટ્રીય

આર.ટી.આઈ. એકટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં ભાજપના પુર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહીત તમામ સાત દોષીત જાહેર, સજાનો ચુકાદો તા.11ના આવશે.

અમદાવાદ :
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર આરટીઆઈ એકટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં ભાજપના પુર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહીત તમામ સાતને દોષીત જાહેર કરાયા છે અને તેમની સજાનો ચુકાદો તા.11ના આવશે. 2010માં 20 જુલાઈના રોજ અમદાવાદમાં હાઈકોર્ટની સામે આવેલ સત્યમેવ કોમ્પલેકસ ખાતે આરટીઆઈ એકટીવીસ્ટ અમીત જેઠવાની ગોળી મારીને હત્યા થઈ હતી અને તેમાં જુનાગઢના પુર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની ભૂમિકા હોવાનું જણાવાયું હતું. આરટીઆઈ એકટીવીસ્ટે દીનુ બોઘાના કેટલાક ગેરકાનુની કામોનો પર્દાફાશ કર્યો હતો અને તેનું વેર રાખીને અમીત જેઠવાની હત્યા કરવામાં આવી હતી અને તેમાં એક તબકકે આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. પરંતુ જેઠવાના પિતાએ સીબીઆઈ તપાસની અરજી કરતા કેસમાં આજે ચુકાદો આવી ગયો છે. ભાજપના પુર્વ સાંસદને ટુંક સમયમાં જ જેલમાં જવું પડશે. 11 જુલાઈના રોજ સજાનું એલાન થશે. આરટીઆઈ એકટીવીસ્ટ અમીત જેઠવાનું 20 જુલાઈ 2010ના ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. નવેમ્બર 2013માં ભાજપના પુર્વ સાંસદ દીનુ સોલંકીની સીબીઆઈએ ધરપકડ કરી હતી. આ કેસમાં દીનુ બોઘાની સાથે શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પંચાલ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર અને સંજય ચૌહાણની પણ ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ દીનુ બોઘાએ થોડો સમય જેલવાસ પણ ભોગવ્યો હતો. દીનુ બોઘા સોલંકી 1988થી ભાજપના ધારાસભ્ય અને 2009માં સાંસદ તરીકે ચુંટાયા હતા. આ કેસમાં 192માંથી 155 સાક્ષીઓ હોસ્ટાઈલ તૈયાર થયા હતા. જેની સામે અમીત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટે 27 સાક્ષીઓને રીકોલ કરીને તેમની ફરી જુબાની લેવામાં આવી હતી. તેમાં પણ આ તમામ ફરી ગયા હતા. પરંતુ અદાલતે તેની સામે જે તથ્ય રજુ થયા તેના આધારે સજા ફટકારી છે. અમીત જેઠવાએ હાઈકોર્ટમાં તેના હત્યા અગાઉ જુનાગઢના ગીરના જંગલમાં ગેરકાયદેસર ખનનમાં દીનુ બોઘા સોલંકીનો હાથ હોવાનો આક્ષેપ કરતી પીએલઆઈ કરી હતી. પોલીસે દીનુભાઈના ભત્રીજા શીવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ રાજકીય દબાણ આવતા દીનુ બોઘા સોલંકીને કલીનચીટ આપી દેવાયું હતું. જેને પણ ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી હતી અને 2013માં દીનુ બોઘા સોલંકીની ફરી ધરપકડ કરી હતી. આમ રાજકીય દાવપેચ હેઠળ ચાલેલા આ કેસમાં અંતે અદાલતે ભાજપના પુર્વ સાંસદને દોષીત ઠેરવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x