Uncategorizedગાંધીનગરગુજરાત

સૌ પ્રથમ વાર ગાંધીનગરની એક શાળા અપનાવવા જઈ રહી છે ‘લર્નિંગ વીથ ડુઈંગ’ની પરિણામલક્ષી મેથડોલોજી

ગાંધીનગરમાં તપસ્યા ગોલ્બલ કેમ્પસ દ્વારા ‘લર્નીંગ બાય ડુઈંગ મેથડોલોજી’ પ્રી સ્કૂલથી પ્રાઈમરી એટલે કે બાળમંદિરથી ધોરણથી ધોરણ-૮ સુધીનું શિક્ષણ આપવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્ર જૂન-૨૦૨૪થી આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકનારી તપસ્યા ગ્લોબલ શાળા ગાંધીનગરની સૌ પ્રથમ શાળા બનવા જઈ રહી છે. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં નવતર પ્રણાલીથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય નિર્માણ કરવા જઈ રહેલી તપસ્યા ગ્લોબલ શાળાનું સુવિધાપૂર્ણ શૈક્ષણિક સંકુલ ગાંધીનગરના ગ-૫ પાસે આવેલું છે.

તપસ્યા ગ્લોબલ શાળા વિષે વિગતો આપતા અઢી દાયકાથી એકેડેમિક ક્ષેત્રે કાર્યરત એવા શ્રી મનિષભાઈ રાવલે આજે પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ભારત સરકાર શૈક્ષણિક ક્ષેત્રે જ્યારે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી શિક્ષણ નીતિ લઈને આવી છે ત્યારે તપસ્યા ગ્લોબલ શાળા નવી શિક્ષણ નીતિ- ૨૦૨૨ને સંપૂર્ણ રીતે અનુસરીને ‘લર્ન એન્ડ પ્લે લેબ’ની વિચારધારાને પ્રી-સ્કૂલ અને પહેલા-બીજા ધોરણમાં પરિણામલક્ષીતા સાથે અમલમાં મૂકવા જઈ રહી છે. ધોરણ ૧ અને રમાં NCF-2022ની ગાઈડલાઈન અને ધોરણ-૩ થી ૮ માટે NCF-2023ની ગાઈડલાઈન ચૂસ્તપણે અનુસરીને પ્રાથમિકના તમામ વિદ્યાર્થીઓ માટે મેથ્સ લેબ, અંગ્રેજી લેબ, સાયંસ લેબ, રોબોટિક્સ લેબ, કોડિંગ લેબ શરૂ કરવામાં આવનાર છે. અહીં વદ્યાર્થીઓ પોતાની જાતે કૌશલ્ય નિર્માણ કરી શકે અને નવતર દિશાઓમાં વિચારી શકે એ પ્રકારની કાર્યપ્રણાલી વિકસાવવામાં આવી હોવાનું શ્રી રાવલે ઉમેર્યું હતું.

એકેડેમિશિયન શ્રી મનિષ રાવલે કહ્યું કે તપસ્યા ગ્લોબલ શાળાને ડૉ. કેવલ ત્રિવેદીના અનુભવ અને કૌશલ્યનો સહયોગ સાંપડતા શાળા હવે નવા કલેવર સાથે વિદ્યાર્થીઓના કૌશલ્યનું નિર્માણ કાર્ય બમણા વેગથી આગળ ધપાવશે. ગુજરાતની મુછાળી ‘મા’ ગીજુભાઈ બધેકાના વિચારોને મૂર્તિમંત કરવાની દિશા તપસ્યા ગ્લોબલ શાળામાં પ્રી સ્કૂલ સેક્શનમાં ભાર વિનાના ભણતરની થીયરીની સાચા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવી છે. શ્રી રાવલે કહ્યું કે, તપસ્યા ગ્લોબલ શાળામાં વિદ્યાર્થીઓને ભારતની ભવ્ય સાંસ્કૃતિક સંસ્કારીતા જેમાં, શ્રીમદ્ ભાગવત ગીતાના શ્લોક 3D એનિમેશન સાથે સમજાવવામાં આવશે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બેઝીક મશીન લર્નીંગ, ફાઈન ઇનોટોર સ્કીલ અને ગ્રોસ ઈનોટોર સ્કીલ શીખવાડી વિદ્યાર્થીઓનું ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવશે. એમ તેમણે ઉમેર્યું હતું. અભ્યાસની સાથે સાથે ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વક્તત્વ, જાણીતા અને તજજ્ઞ વકતાઓના સેશન્સ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તપસ્યા શાળામાં થઈ શકે છે આ ઉપરાંત આદર, માન, સત્કાર, વિનય અને વિવેકના પદાર્થપાઠ પણ શાળામાં શીખવવામાં આવનાર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x