ગુજરાત

જૂનાગઢ મનપાની ચૂંટણીને લઇને ભાજપ બુટલેગરના શરણે, ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની પત્નીને આપી ટિકિટ.

જૂનાગઢઃ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ બુટલેગરના શરણે ગઇ હોવાની વાત સામે આવી છે. ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની પત્નીને ટિકિટ આપી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ પહેલા વોર્ડ નંબર 3 માં ભરત કારેણાનું નામ જાહેર કર્યું હતું. જોકે, એ વોર્ડને લઇને નારાજગી થતા ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. અને અંગે ભાજપે બુટલેગર ધીરેન કારિયાની પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે ધીરેન કારિયાની પત્ની નિષાબેન કારિયાને ભાજપમાંથી ટિકિટ આપી છે. અને તેમણે ચૂંટણી ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છેકે, ધીરેન કારિયા ઉપર અસંખ્ય દારૂના કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં ફાયરિંગ સહિતના અનેક ગુનાઓ ધીરેન કારિયા ઉપર નોંધાયા છે.

નવાઇની વાત તો એ છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે તો તેને મહાનગરપાલિકા જેવી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ન મળ્યો ? તો એક લિસ્ટેડ બુટલેગરની પત્નીને મેદાનમાં ઉતારવી પડી હતી.

બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ મેયર અને છેલ્લી 9 ટમથી ચૂંટણી જીતતા લાખા પરમારની કોંગ્રેસે છેલ્લી ઘડીએ ટિકિટ કાપી મેન્ડેટ આપ્યું નહીં. આમ લાખા પરમારે પ્રદેશ કોંગ્રેસ ઉપર આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ કરોડોપતિને જ ટિકિટ આપે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x