Uncategorizedરાષ્ટ્રીય

ધો.12માં ભણતી કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ સર કરી રચ્યો ઇતિહાસ

મુંબઇની નેવી ચિલ્ડ્રન સ્કૂલની ૧૬ વર્ષની કામ્યા કાર્તિકેયને તેના નેવલ ઓફિસર પિતા કમાન્ડર એસ. કાર્તિકેયન સાથે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું છે. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર કામ્યા દેશની પહેલી અને દુનિયાની બીજી પર્વતારોહક છે.

૧૨મા ધોરણની વિદ્યાર્થિની કામ્યાએ અને તેના પિતાએ ૨૦મી મેના રોજ ૮૮૪૯ મીટર ઉંચું માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હતું. પુત્રી અને પિતાએ નેપાળની બાજુએથી પર્વતારોહણ કર્યું હતું.કામ્યાએ દુનિયાના સાત ખંડોમાં ઊંચામાં ઊંચા છ પર્વત શિખરો સર કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. હવે ડિસેમ્બરમાં એન્ટાર્કટીકાના માઉન્ટ વિનસન માસીફ પર્વતને સર કરવાનો સંકલ્પ કર્યો છે.ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની સહાયથી પુત્રી અને પિતાએ એકસાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ફાઉન્ડેશનના ચેરમેન ચાણક્ય ચૌધરીએ આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે કામ્યાએ આટલી નાની ઉંમરે આભને આંબતી સિદ્ધિ હાંસલ કરી છે એ સહુને માટેે ગૌરવપ્રદ બાબત છે અને બીજાને માટે પણ તે પ્રેરણારૃપ બની રહેશે.

પર્વતારોહણ ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ અને સફળતા મેળવવા બદલ તાજેતરમાં જ કામ્યાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલશક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.કામ્યા તેના પિતા અને પર્વતારોહકોની ટીમ સાથે છઠ્ઠી એપ્રિલે નેપાલના કાઠમંડુ પહોંચી હતી. ત્યાર પછી ધીરે ધીરેે નેપાલની બાજુથી પર્વતારોહણ શરૃ કર્યું હતું. ૧૬મેએ તેમણે અંતિમ લક્ષ્ય હાંસલ કરવા આરોહણ શરૃ કર્યું હતું અને ૨૦મી મેના રોજ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરી ત્યાં ગર્વભેર ભારતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો હતો.

હિમાલય-પુત્રી’નું બિરૃ આપી શકાય એવી કામ્યાએ માત્ર ૭ વર્ષની ઉંમરે હિમાલયમાં પ્રવતારોહણની શરૃઆત કરી હતી. ૨૦૧૫માં આટલી નાની ઉંમરે તેણે ૧૫ હજાર ફૂટ ઊંચું ચંદ્રશીલા શિખર સર કર્યું હતું. ત્યાર પછીના વર્ષે અતિ ુર્ગમ ૧૩,૫૦૦ ફૂટ ઉંચા હરકી ૂન શિકર સર કર્યું હતું ત્યાર પછી ૧૬૪૦૦ ફૂટ ઊંચા રૃપકુંડ લેક સુધી પહોંચી હતી.

મે ૨૦૧૭માં તે ૧૭,૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ-કેમ્પ સુધી પહોંચી હતી. આટલી નાની વયે એવરેસ્ટ બેઝ કેમપ સુધી પહોંચનારી દુનિયાની બીજી કન્યા તરીકેનું માન મેળવ્યું હતું. આમ એક પછી એક સિદ્ધિ હાંસલ કર્યા પછી ૨૦મી મેે એવરેસ્ટ સર કરીને કામ્યાએ દેશ અને દુનિયામાં ડંકો વગાડી દીધો હતો.

દક્ષિણ મુંબઈમાં આવેલી નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં જ્યારે સમાચાર પહોંચ્યા કે સ્કૂલની વિદ્યાર્થિની કામ્યાએ એવરેસ્ટ આરોહણનો અનોખો વિક્રમ કર્યો છે ત્યારે સ્કૂલમાં આ સિદ્ધિને વધાવીને ઉજવણી કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x