દિલ્લીમાં બેબી કેર સેન્ટરમાં આગ લાગતા 7 નવજાતના મોત
નવી દિલ્હી : હજુ ગઈકાલે રાજકોટમાં ગેમઝોન (Rajkot TRP Game zone) ખાતે સર્જાયેલ અગ્નિકાંડથી 32 લોકોના મોત (32 people death) થયા છે, ત્યારે આવી જ અન્ય એક ઘટના દિલ્હીમાં બની હતી. વિવેક વિહાર (Vivek Vihar) સ્થિત બેબી કેર સેન્ટરમાં(Baby care center) શનિવાર રાતે ભીષણ આગ લાગી હતી. આ સમયે સેન્ટરમાં 11 નવજાત બાળકો દાખલ હતા. તેમાંથી 7 નવજાત બાળકો બળીને ભડથું થઈ ચૂક્યા હતા જ્યારે અન્યને બચાવી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, બચાવી લેવાયેલ બાળકોને ઍમ્બ્યુલન્સ દ્વારા નજીકના ગુપ્તા નર્સિંગ હોમમાં દાખલ કરી આદેવામાં આવ્યા છે. ફાયર વિભાગને સૂચના મળતા જ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે નવજાત બાળકોને બારીમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા.
ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર અંકુશ મેળવ્યો હતો. દુર્ઘટના બાદ સેન્ટરના સંચાલકો અને કર્મચારીઓ ફરાર થઈ ચૂક્યા હતા, અને વાલીઓને પણ કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલ પોલીસ વાલીઓની શોધખોળ કરી રહી છે.
જિલ્લાના નાયબ પોલીસ કલેકટર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે શનિવાર રાતે 11 : 30 આસપાસ બેબી કેર સેન્ટરમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. લોકોએ ઉપરની બાજુ ધુમાડા નીકળતા હોવાનું જોઈને તંત્રને જાણ કરી હતી.
થોડી જ વારમાં આ આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી. આગની જ્વાળા આખી બિલ્ડિંગને વીંટળાઇ ચૂકી હતી. ફાયર વિભાગે પાછળની બાજુથી બારીઓને તોડીને એક એક કરીને નવજાત બાળકોને બહાર કાઢ્યા હતા. ત્યાંથી બાળકોને બહાર