Uncategorizedરાષ્ટ્રીય

‘લોકમુખેથી સાંભળ્યું છે કે અહી શુક્રવારે આગની ઘટના બની હતી પણ કોઈ કાર્યવાહી કરાઇ નહીં: રાજકોટ અગ્નિકાંડ પર ધાનાણીના દાવાથી હડકંપ

રાજકોટની હચમચાવી મૂકે તેવી ઘટના પર એક નવો દાવો સામે આવી રહ્યો છે. સાંજે ભયંકર આગની ઘટના બન્યા બાદ રાજકોટથી લોકસભા ચૂંટણી લડનારા કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણી પણ ઘટનાસ્થળની મુલાકાતે રાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કંઇક એવા ખુલાસા અને દાવા કર્યા હતા કે જેનાથી હડકંપ મચી જાય તેમ છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે આ ઘટના વિશે સાંભળી બધા જ અંદરથી હચમચી ગયા છે. આ ગેમઝોન છેલ્લાં 4 વર્ષોથી ચાલતું હતું. એવું સાંભળ્યું છે કે તેને કોઈપણ પ્રકારની મંજૂરી નહોતી મળી. તેણે કોર્પોરેશન, તંત્ર, ફાયર સેફ્ટી, પોલીસ કે પછી મનોરંજન વિભાગની પણ મંજૂરી નહોતી મેળવી. જે અનેક સવાલો ઊભા કરે છે.

ધાનાણીએ આ દરમિયાન અહીં ઘટનાસ્થળે હાજર લોકો સાથે વાતચીત કર્યા બાદ દાવો કર્યો હતો કે લોકમુખેથી સાંભળ્યું છે કે ગેમઝોનમાં શુક્રવારે પણ એક એવી ઘટના બની હતી કે જેનાથી આવી મોટી કરુણાંતિકા સર્જાશે તેના સંકેત મળી ગયા હતા. ધાનાણીએ દાવો કર્યો કે ગેમ ઝોનમાં શુક્રવારે જ એક આગની સામાન્ય ઘટના બની ચૂકી હતી. તે સમયે પોલીસ અને ફાયર વિભાગની ટીમે મુલાકાત પણ લીધી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થઇ. ધાનાણીએ કહ્યું કે જો શુક્રવારે જ પગલાં ભરી લેવાયા હોત તો કદાચ આવી મોટી હોનારતને ટાળી શકાઈ હોત.

ધાનાણીએ કહ્યું કે ગેમઝોન બે માળનું હતું. અવર-જવર માટે એક જ પગથિયાની વ્યવસ્થા અને ત્યાં જ આગની ઘટના બની. જેના લીધે મોટી સંખ્યામાં લોકો ફસાયા. તેમણે ઈમરજન્સી ગેટની વ્યવસ્થા વિશે પણ સવાલો ઊઠાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x