તેલંગાણા સરકારે તમાકુ, ગુટખા અને પાન મસાલા પર લગાવ્યો પ્રતિબંધ
તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે રાજ્યમાં તમાકુ અને નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આદેશ આપતા જણાવ્યું કે, ‘એક વર્ષ માટે તમાકુ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 24 મે 2024થી લાગુ થશે.’
તેલંગાણા સરકારે કહ્યું છે કે, ‘આ આદેશ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ સેફ્ટી કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.’
જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ‘જાહેર સ્વાસ્થ્યના હિતમાં, તેલંગાણા સરકારે ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ સમગ્ર તેલંગાણામાં 24 મે, 2024 થી એક વર્ષ માટે અમલમાં રહેશે. ગુટખા અને પાન મસાલા ખાવાથી ઓરલ કેન્સર, સબમ્યુકોસ ફાઈબ્રોસિસ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો રહે છે.’