રાષ્ટ્રીય

વોટ્સએપમાં ટૂંક સમયમાં આવશે નવું ફીચર, જેમાં તમે તમારા મનપસંદ કલરમાં કરી શકશો

છેલ્લા કેટલાક મહિનામાં વોટ્સએપે તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હવે તેની નવી ગ્રીન કલર આધારિત થીમ iPhone યુઝર્સને દેખાવા લાગી છે પરંતુ ઘણા યુઝર્સ આ ફેરફારથી નાખુશ છે. જો તમે પણ તેમાંથી એક છો અને વોટ્સએપની થીમ તમારા મનપસંદ કલર અનુસાર સેટ કરવા માંગો છો, તો હવે તે શક્ય છે.

મેટા-માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન યુઝર્સને તેમની પસંદગી મુજબ થીમ સેટ કરવાનો ઓપ્શન આપશે. યુઝર્સને તેમની પસંદગી મુજબ એપ્લિકેશનનો કલર અને ડિઝાઇન સેટ કરવા માટે નવી કસ્ટમાઇઝેશન સુવિધાઓનો લાભ મળશે. જો કે, નવી થીમ કલર ફીચર હજુ પણ ડેવલપમેન્ટ મોડમાં છે અને બીટા યુઝર્સ માટે પણ ઉપલબ્ધ નથી.
WABetaInfo એ આ નવા અપડેટ્સ વિશે માહિતી આપી હતી. જેમાં iOS બીટા વર્ઝન માટે WhatsAppમાં ચેટ થીમ્સ અને એક્સેન્ટ કલર કસ્ટમાઇઝેશનના ફેરફારો જણાવવામાં આવ્યા છે. મતલબ કે આવનારા દિવસોમાં યુઝર્સ એપના થીમ કલર અને ટેક્સ્ટમાં ફેરફાર કરી શકશે.
યૂઝર્સની માંગને ધ્યાનમાં રાખીને એપની થીમ યુઝર પોતાની પસંદ મુજબ ડિઝાઇન અને કસ્ટમાઇઝ કરે તેવો ઓપ્શન આપવામાં આવશે. જેમાં iPhone યુઝર્સને 5 પ્રીસેટ કલરમાંથી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેની યાદીમાં લીલો, સફેદ, બ્લૂ, ગુલાબી અને જાંબલી કલરનો સમાવેશ થાય છે. બાદમાં તેમાં વધુ કલર સામેલ કરવામાં આવશે અને iOS પછી એન્ડ્રોઇડ એપમાં આ સુવિધા આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x