વૈશ્વિક નેતાઓએ પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા, એડવાન્સમાં પાઠવ્યા અભિનંદન
અસાધારણ દ્રષ્ટિકોણ ધરાવતા વડાપ્રધાન મોદી એક ખાસ મિશન પર છે: વિદેશી નેતાઓ
મોદી આગામી 10 વર્ષ સુધી આ જ ગતિએ આગળ વધશે : બોર્નહોલ્ટ
વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારતની શિક્ષણ પ્રણાલી બદલાઈ : નુન્જિંયો
ભારતમાં યહૂદી-વિરોધી ભાવના ક્યારે જોવા મળી નથી : એડવિન શુખર
અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદ હવે બ્રિટન અને યહૂદી નેતાઓએ પણ તેમની ભરપુર પ્રશંસા કરી છે અને લોકસભા ચૂંટણી માટે એડવાન્સ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી લંડનની ધ યૂનિટી ઑફ મેથ્સ ફાઉન્ડેશનના સહ-સંસ્થાપક એન ક્લેયર બોર્નહોલ્ટે કહ્યું કે, તેઓ એક મિશન પર છે અને આગામી 10 વર્ષ સુધી આ જ ગતિએ આગળ વધશે. તેમણે કહ્યું કે, ઉદારતા અને અસાધારણ દ્રષ્ટિકોણ ધરાવતા વડાપ્રધાન મોદી પડકારોને તોડી સફળ થઈ રહ્યા છે.
બોર્નહોલ્ટે કહ્યું કે, ‘મેં હંમેશા માનવ જાતિની એકતામાં વિશ્વાસ કર્યો છે અને માનવ દયાના વિકાસ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીના માધ્યમથી જ મારામાં આ ભાવના જાગી છે. તેમણે દરેકના હૃદય અને ભગવાનને સ્પર્શ કર્યો છે, તમામમાં નવી આશાઓ જગાવી છે. તેમણે હજુ ઘણું બધુ કરવાનું છે. તેઓ એક મિશન પર છે અને તેઓ આગામી 10 વર્ષ સુધી આ જ ગતિએ આગળ વધશે. વડાપ્રધાન મોદી જે પડકારોને પહોંચી વળવામાં સફળ થઈ રહ્યા છે, તેવો અગાઉ કોઈએ પણ પ્રયાસ કર્યો નથી અને તેઓ આવું ખૂબ જ ઉદારતા અને અસાધારણ દ્રષ્ટિકોણથી કરી રહ્યા છે. તેઓ જે કામ કરી રહ્યા છે, તે અવર્ણનીય છે. તેમણે કહ્યું કે, હું તેમના આગામી કાર્યકાળની રાહ જોઈ રહી છું.
બીજીતરફ ટફ ટ્રસ્ટી અને યહૂદી પરિષદના ઉપાધ્યક્ષ એડવિન શુખરે વડાપ્રધાન મોદી સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી કહ્યું કે, ‘વિશ્વભરમાં કદાચ ભારત એવું સ્થળ છે, જ્યાં યહૂદી-વિરોધી ભાવના ક્યારે જોવા મળી નથી, કારણ કે અમે ત્યાં રહેતા હતા, મારા પૂર્વજો પણ ત્યાં રહેતા હતા અને અમે હજુ પણ શાંતિ અને સમૃદ્ધિમાં રહીએ છીએ. આજે અમે ફરી ભારત સાથે જોડાઈ રહ્યા છીએ, તેનો અમને ખર્વ છે. ઘણા વર્ષો પહેલા હું વડાપ્રધાન મોદીને મળ્યો હતો. હું તે સમયે ભારતમાં ભ્રમણ કરી રહેલા એક યહૂદી પરોપકારી વ્યક્તિને સાથે લઈને આવ્યો હતો. વાસ્તવમાં હું બિઝનેસમેન હતો. તે વખતે તેઓ (વડાપ્રધાન મોદી) અમને મળ્યા, સમજાવ્યા અને અમારા માટે દ્વાર ખોલવાની ઓફર કરી હતી.
ક્યૂએસ ક્કાક્કેરેલી સાઈમંડ્સ લિમિટેડના સંસ્થાપક અને સીઈઓ ન્યુનજીયો ક્કાક્કેરેલીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં ભારતની શિક્ષણ પ્રણાલીમાં ખૂબ જ રોકાણ અને ગુણવત્તા સુધારવામાં આવતા બદલાઈ ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય સંશોધન ઉત્પાદનોમાં 54 ટકાનો વધારો થયો છે. ભારતે તમામ જી20માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મને વર્ષ 2021માં વડાપ્રધાન મોદીને મળવાનું સન્માન મળ્યું હતું. વડાપ્રધાનને સાંભળવા અને દેશમાં ભારતીયો માટે ઉપલબ્ધ શિક્ષણની ગુણવત્તાનો પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને સાંભળવું અદભુત હતું. ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ થઈ છે. હું લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા વડાપ્રધાનને અડવાન્સ અભિનંદન પાઠવું છું.