જમ્મુ અને કાશ્મીરમાં યાત્રિકોથી ભરેલી બસ 150 ફૂટ ઉંડી ખાઈમાં ખાબકતાં 21 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં તીર્થયાત્રાઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી હતી. જમ્મુ જિલ્લામાં આજે ગુરૂવારે આ દર્દનાક દુર્ઘટનામાં 21 લોકોના મોત નિપજ્યા છે, રાજ્યની પોલીસ વિભાગે પણ આ અકસ્માતની પુષ્ટી કરી છે, પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા છે. જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક 150 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.
જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (144A) પર ગુરુવારે બપોરે અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ઊંડી ખાઈ નજીક ઉભી હતી. અકસ્માતનો ભોગ બનેલી આ બસ ઉત્તર પ્રદેશ RTOની છે, જેનો નંબર UP 86EC 4078 જણાવવામાં આવ્યો છે. બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. પરંતુ ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં ખાબકી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.
અધિકારીઓએ જણાવ્યા મુજબ બસ રસ્તા પરથી સ્લીપ ખાઈ ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ 150 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.
બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો. ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરી છે. તેઓ બચાવ કાર્યમાં તંત્રને મદદ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢી, હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.