રાષ્ટ્રીય

અયોધ્યાના ઉમેદવાર વિશે અખિલેશની ભવિષ્યવાણી સાચી ઠરી

સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ફૈઝાબાદમાં પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદને લઈને કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. વાસ્તવમાં ફૈઝાબાદની રેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલેશ યાદવે અવધેશ પ્રસાદને પૂર્વ ધારાસભ્ય કહ્યા હતા, આના પર અવધેશે તેમને અટકાવ્યા અને કહ્યું કે હું વર્તમાન ધારાસભ્ય છું, તેના પર અખિલેશે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય એટલા માટે બોલી રહ્યા છે કારણ કે તમે હવે સાંસદ બનવા જઈ રહ્યા છો.

જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે અખિલેશ યાદવે જે કહ્યું હતું તે જ થયું. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ યુપીની ફૈઝાબાદ એટલે કે અયોધ્યા બેઠક પરથી 54567 મતોથી જીત્યા છે, જ્યારે તેમના હરીફ અને ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ ચૂંટણી હારી ગયા છે. એક તરફ સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદને 554289 વોટ મળ્યા જ્યારે લલ્લુ સિંહને માત્ર 499722 વોટ મળ્યા.

ઉલ્લેખનીય છે કે જ્યારે અખિલેશ યાદવ ફૈઝાબાદ રેલીમાં મંચ પર આવ્યા ત્યારે કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે અવેધ પ્રસાદનો પરિચય કરાવ્યો, આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમારા I.N.D.I.A. ગઠબંધન અને સમાજવાદી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને મંત્રી, પૂર્વ ધારાસભ્ય… અખિલેશના આટલું બોલ્યા બાદ અવધેશ પ્રસાદનો જીવ અટકી ગયો અને બબડતા બોલવા લાગ્યા કે હું વર્તમાન ધારાસભ્ય છું. તેના પર અખિલેશે હસીને કહ્યું કે પૂર્વ ધારાસભ્ય એટલા માટે બોલી રહ્યા છે કારણ કે તેઓ સાંસદ બનવાના છે. તેના પર અવધેશ પ્રસાદે હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x