આજે દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા
ગઇકાલે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમરેલી, તાપી, ભરૂચ, નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, આજે દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઇ શકે, જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
ગત બે દિવસથી વરસાદી માહોલ
ગુજરાતી ચોમાસુ હવે થોડા દૂર રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કેટલી જગ્યાએ છૂટાછવાયે થી લઇ ધોધમાર વરસાદ થાકી રહ્યો છે. અત્યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે.