10મું પાસ આદિવાસી મહિલાને વડાપ્રધાન મોદીએ બનાવ્યાં મંત્રી
બે વાર લોકસભા સાંસદ રહી ચૂકેલા 46 વર્ષીય સાવિત્રી ઠાકુરે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેબિનેટ સભ્ય તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પરથી લોકસભામાં પહોંચેલા સાવિત્રીએ ધર્મપુરી તહસીલના તારાપુર ગામથી દિલ્હી સુધીની સફર કરીને અન્ય લોકોનું જીવન બદલી નાખ્યું. તેઓ માળવા પ્રદેશમાં આદિવાસી મહિલાઓ અને ખેડૂતોની સુધારણા માટે વર્ષો સુધી સખત મહેનત કરતા રહ્યા.
દીદી નામે ઓળખાતા સાવિત્રી ઠાકુરે કોંગ્રેસના ઉમેદવાર રાધેશ્યામ મૂવેલને 2 લાખથી વધુ મતથી હરાવ્યા છે. 1996માં તેઓ એક સ્વયંસેવી સંગઠનના સામેલ થઈને આદિવાસી અને ગરીબ મહિલાઓની જિંદગી બદલવા માટે કામ કરતા રહ્યા. મહિલાઓને લોન અપાવવી, તેમને આત્મનિર્ભર બનાવવા અને દારૂબંધી કરાવવા તેમને ખૂબ મહેનત કરી. 10મુ પાસ સાવિત્રીએ દસકા સુધી સામજિક કાર્યકર્તા તરીકે કામ કરીને 2003માં રાજનીતિમાં આવ્યા.
સાવિત્રી તેમના પરિવારમાં એવા પહેલા સભ્ય છે કે જેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો હોય. તેમના પિતા વન વિભાગમાં નોકરી કરતા અને તેમના પતિ ખેડૂત છે. 2003માં સાવિત્રી ભાજપમાં સામેલ થયા અને જિલ્લા પંચાયત સભ્ય બન્યા હતા અને એક વર્ષ બાદ જ પાર્ટીએ તેમને જિલ્લા પંચાયત અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. 2014માં તેઓ ધાર બેઠક પરથી 1 લાખ મતતી જીત હાંસલ કરી હતી. જયારે 2019માં તેમને ટીકીટ આપવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે તેમને ભાજપને નિરાશ કર્યું નથી.
સાવિત્રી 2010માં જિલ્લા ઉપપ્રમુખ બન્યા હતા. 2013 માં, તે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ ધામનોદના ડિરેક્ટર બન્યા. 2017માં સાવિત્રીને કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હાલમાં તે આદિજાતિ મહિલા વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ છે.
ખેડૂતો અને મહિલાઓના પ્રશ્નો પર હંમેશા અવાજ ઉઠાવે છે
ધારના રાજકીય નિષ્ણાત યોગેન્દ્ર શર્મા, જેમણે એક નેતા તરીકે સાવિત્રીની પ્રગતિને નજીકથી જોઈ છે તેઓ કહે છે, ‘સાવિત્રી દેશના મહિલા ખેડૂત નેતાઓમાંના એક છે. તે ખૂબ જ નમ્ર નેતા છે અને ખેડૂતો અને મહિલાઓના પ્રશ્નો પર હંમેશા અવાજ ઉઠાવે છે. તે બે દાયકા કરતાં વધુ સમયથી ખાતર અને બિયારણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે ગામડાઓમાં દારૂની દુકાનોનો પણ ખૂબ જ વિરોધ કર્યો હતો.’