જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને કૌશલ્ય વર્ધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તા.૧૪-જૂનના રોજ ભરતીમેળાનું આયોજન
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર, પ્રેસિડેન્ટ કોલેજ ઓફ એજ્યુકેશન, ગોપાલનગર, પંચવટી કલોલના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૪ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, પ્રેસિડેન્ટ કોલેજ ઓફ એજ્યુકેશન, કોમર્સ કોલેજ, ગોપાલનગર, પંચવટી તા.કલોલ જી.ગાંધીનગર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કસ્ટમર સપોર્ટ, એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ, રિસેપ્શનીસ્ટ, બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ જેવી જગ્યાઓ માટે દર્શાવેલી લાયકાત મુજબ આઈ.ટી.આઈ, ડીપ્લોમાં, એન્જીનીયર, ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. આથી રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન થનાર છે. ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છુ ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.