સમગ્ર દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
IMDએ જણાવ્યું કે આગામી 4-5 દિવસ દરમિયાન ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે (14 જૂન, 2024) દિલ્હીમાં હળવા વરસાદ (Rain)ની આગાહી કરી છે. આનાથી રાષ્ટ્રીય રાજધાનીના લોકોને આકરી ગરમી (Heat)થી રાહત મળી શકે છે.
હવામાન વિભાગે (IMD) કહ્યું કે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના ઘણા ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન વરસાદ (Rain) પડી શકે છે.IMDએ કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ધીમી પ્રગતિને કારણે હાલમાં ગરમી (Heat)માંથી તાત્કાલિક રાહત મળવાની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે 19 જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon) આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ થવાની સંભાવના છે.હવામાન વિભાગે (IMD) કહ્યું કે ચોમાસું (Monsoon) બિહાર અને ઝારખંડમાં 16-18 જૂન સુધીમાં, ઉત્તર પ્રદેશમાં 20-30 જૂન સુધીમાં અને દિલ્હીમાં 27 જૂનની આસપાસ પહોંચી શકે છે.
ભારતીય હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસ દરમિયાન ભારતના ઉત્તરીય ભાગોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.હવામાન વિભાગે (IMD) કહ્યું કે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના ઘણા ભાગોમાં આજે ગંભીર હીટવેવની સંભાવના છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ વિભાગના કેટલાક ભાગો, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમી (Heat)નું મોજું યથાવત રહી શકે છે.