ગુજરાત

સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં

સુરતમાં આજે સવારે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સજાર્યા છે સુરતમાં આજે સવારે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સજાર્યા છે. શહેરની જહાંગીપુરાન રાજહંસ રેસિડેન્સીમાં આ ચાર લોકોએ આત્મહત્યા કર્યા હોવાની વાત ચર્ચાઇ રહી છે. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળો પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે, ખરેખરમાં શહેરના જહાંગીરપુરાના રાજહંસ રેસિડેન્સીમાં ગઇકાલે રાત્રે ચાર લોકોના મોત થયા હતા, હાલમાં આ ઘટનાને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહી છે. સુરતના મોરાભાગળ વિસ્તારમાં ચારના આ લોકોના શંકાસ્પદ મોત થયા છે, રાજહંસ રેસિડેન્સીમાં આ ચાર લોકો એક જ પરિવારના સભ્યો હતા. માહિતી બહાર આવી છે, આ ચારેય વૃદ્ધો છે અને રાત્રિ ભોજન લીધા બાદ રાત્રે સૂઇ ગયા હતા. જોકે, સવારે ચારેયમાંથી એકપણ ઊઠ્યા નહીં, જેથી પરિવારના સભ્યોએ દરવાજો ખોલીને બહાર કાઢ્યા હતા. ખરેખરમાં, પરિવારના 20 જેટલા લોકોએ રાત્રે એકસાથે ભોજન લીધુ હતુ. હાલમાં આ મામલે આપઘાત કે પછી ફૂડ પૉઈઝનિંગ તપાસનો વિષય બન્યો છે. હાલમાં ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x