આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

આજે શું થશે કાર્યવાહી ? : શ્રીનગરમા મધરાતથી કલમ 144 લાગુ : કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

શ્રીનગર :
જમ્મુ અને કાશ્મીરમાં બે દિવસથી જે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા શું કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે સરકાર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું લાગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જીલ્લામાં આજે મધરાતથી જ કલમ 144 લગાવી દેવામાં આવી છે સાથે જ કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. આથી કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે ત્યારે રવિવારે રાત્રે કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ આંશિક સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યાના બિનસત્તાવાર અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષાના કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x