વિદેશી વિદ્યાર્થીઓ, જેઓ અહીં ગ્રેજ્યુએટ થયા હોય, તેમને ”આપોઆપ” ગ્રીન કાર્ડ મળવું જોઈએ : ટ્રમ્પ
રિપબ્લિકન પાર્ટીના અમેરિકામાં પ્રમુખ પદ માટેના ઉમેદવાર, ડોનાલ્ડ ટ્રમ્પે સુચન કર્યું હતું કે જેઓ અમેરિકાની કોલોનીમાંથી ગ્રેજ્યુએટ થયા હોય તેમને આપોઆપ અને સહજ રીતે જ ”ગ્રીન કાર્ડ” મળી જવું જોઈએ. તેથી તેઓને અમેરિકામાં કાયમ માટે રહેવાનો પણ અધિકાર મળવો જોઈએ. તેમાં જુનિયર કોલેજોને પણ આવરી લેવી જોઈએ.ટેક-ઈન્વેસ્ટર્સ દ્વારા યોજાયેલા ‘ઑલ-ઈન-મોડકાસ્ટ’માં આ પ્રમાણે જણાવવા સાથે લખ્યું હતું કે ”ગ્રીન કાર્ડ” અમેરિકામાં કાયમી રહેણાકનો તેમજ કામ કરવાનો પણ અધિકાર આપે છે.
ટ્રમ્પે તેઓના ચુંટણી પ્રચાર દરમિયાન વસહતીઓ પ્રત્યે કડક વલણ ધરાવવાનું એક સમયે કહ્યું હતું તેઓએ જ હવે વસાહતીઓને રાહત આપતા ઉચ્ચારણો કર્યાં હતાં. તે સાથે પ્રમુખ જો બાયડેને ગેરકાયદેસર સરહદ ઓળંગી અમેરિકામાં ઘુસતા વસાહતીઓ વિરૂદ્ધ લીધેલા પગલાંની પણ ઉગ્ર ટીકા કરી હતી.
આ સાથે અમેરિકાની કોલેજોમાંથી ગ્રેજ્યુએટ થયેલા જેઓએ જુનિયર કોલેજમાંથી બે વર્ષે ગ્રેજ્યુએશન રીંગ મેળવી હોય કે પછી ચાર વર્ષના કોર્સ પછી પૂર્ણત: ગ્રેજ્યુએટ થયા હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હોય અને પી.એચ.ડી.ની ડીગ્રી માટે પણ અભ્યાસ કરતા હોય, તે સર્વે ભલે ‘સ્ટુડન્ટ વીઝા’ પર આવ્યા હોય. છતાં તેમને ગ્રીન કાર્ડ મળવું જોઈએ. જે તેઓને અમેરિકામાં કાયમી વસવાટ માટે અને કામ કરવા માટેનો પણ અધિકાર આપે છે. તે કાર્ડ તેમને મળવું જોઈએ. જે કાર્ડ અમેરિકી-નાગરિકત્વ માટેનો પણ માર્ગ બની રહે છે તેમ પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું.