ગુજરાત

વડોદરામાં ભારે પવન સાથે વરસાદ, સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ

પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીની ટાંકી , ટાવર રોડ પર ઘુંટણસમા પાણી ભરાયાં છે. વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.વડોદરા શહેરના અનેક વિસ્તારમાં વરસાદનું  આગમન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. રાવપુરા, સયાજીગંજ, અકોટા, હરણી, વાઘોડિયા રોડ, આજવા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારમાં વરસાદ છે. ગાજ વીજ સાથે વરસાદ પડતાં વાહન ચાલકો અટવાયા છે. જિલ્લામાં પણ પાદરા, વાઘોડિયા પંથકમાં વરસાદ છે.

વડોદરાના પાદરામાં ધોધમાર  વરસાદ છે. પાદરાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણીની ટાંકી , ટાવર રોડ પર ઘુંટણસમા પાણી ભરાયાં  છે. વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાદરા નગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠ્યા છે.વડોદરા રૂરલમાં વાઘોડિયામાં જોરદાર વરસાદી ઝાપટાએ રમઝટ બોલાવી છે. ટાઉનના રોડરસ્તા અડધા જ કલાકમાં પાણી પાણી થઈ ગયા હતા. અસહ્ય ઊકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ડભોઈ રોડ, માડોધર રોડ, એસટી ડેપો વિસ્તાર, વાઘોડિયા વડોદરા રોડ, GIDC જેવા વિસ્તારોમા જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. વાવણી લાયક વરસાદની ખેડૂતો ચાતક નજરે રાહ જોતા હતા. સતત ત્રીજા દિવસે વરસાદી માહૌલ જામતા નગરજનોમાં આનંદ છે.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતના નવસારીમાં થંભી ગયેલું ચોમાસું હવે ગતિશીલ બન્યું છે. ચોમાસુ ફરી સક્રિય બનતા હવે નવસારીથી આગળ વધીને ગીર સોમનાથ, અમરેલી, તાપી સુરત ભરૂચ તરફ આગળ વધી ગયું છે, જેની અસરથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વના વિસ્તારમાં વરસાદ થશે. 2 જુલાઇ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવી શકયતા જોવાઇ રહી છે.

આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા ,નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ભારેથી ભારે વરસાદની આગાહી પંચમહાલ, વડોદરામાં છે.

 

• 26 જુને ભારે વરસાદની આગાહી- આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,

• 27 જૂન ભારે વરસાદની આગાહી- પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

• 28 જૂન ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી

• 29 જૂન્ ભારે વરસાદની આગાહી- ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x