ahemdabad

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદથી વૃક્ષો અને મકાનની છત થઈ ધરાશાયી

અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં બે કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી સવા ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 72 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. શહેરમાં બે કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી સવા ઈંચ જેટલો વરસાદ થયો હતો. શહેરમાં વહેલી સવારે 4 વગ્યાથી 8 વાગ્યા સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો. મેઘરાજાની તોફાની બેટિંગથી નરોડા અને મેમ્કો વિસ્તારમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઓઢવ અને રખિયાલમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને રોડ પાણીમાં ગરકાવ થયા હતા. અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં બોપલ, સરખેજ, બોડકદેવ, સેટેલાઈટ, મુમતપુરા, સનાથલ, શાંતિપુરા, વિસલપુર, કાસિન્દ્રા, તેલાવ અને નવાપુરા સહિતાના વિસ્તારોમાં અડઘા ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મેઘરાજાના આગમાનથી શહેરના વાતાવરણ ઠંડક પ્રસરી હતી.

શહેરમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદથી શહેરમાં વૃક્ષો અને ભુવો ઘરાશાઈ થયા હતા. શહેરમાં રામદેવનગર, રાણીપ, ગુલબાઈ ટેકરા, શ્યામલ ચાર રસ્ત, મકરબા, નિકોલ રોડ વૃક્ષ ધરાસાઈ થયા હતા. તો શહેરમાં મોડી રાત્રે વરસાદથી રોડ બેસી જવાની ઘટના બની હતી. અનુપમ સિનેમા નજીક 6 ફુટનો ભુવો પડ્યો હતો. ભુવો પડવાથી વાહનચાલકો પરેશાન થયા હતા. AMCએ ભુવાને કોર્ડન કરી હાલ પુરતો બંધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x