રાષ્ટ્રીય

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન શરૂ, સ્પીકર બિરલા અને ચૂંટણી પંચને અભિનંદન પાઠવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદના બંને ગૃહોમાં પોતાનું સંબોધન કરી રહ્યા છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે 18મી લોકસભાનું પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. તમામ નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ચૂંટણીમાં મહિલાઓના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી હતી, લગભગ 64 કરોડ મતદારોએ ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું ફરજ બજાવી છે. આ વખતે પણ મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો છે. જમ્મુ-કાશ્મીરમાંથી પણ આ ચૂંટણીનું ખૂબ જ સુખદ ચિત્ર સામે આવ્યું છે. કાશ્મીર ખીણમાં કેટલાક દાયકાના મતદાનનો રેકોર્ડ તૂટી ગયો છે.

રાષ્ટ્રપતિનું સંબોધન શરૂ, નવા ચૂંટાયેલા સ્પીકરને અભિનંદન પાઠવ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન શરૂ થઈ ગયું છે. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બિરલાને પણ અભિનંદન પાઠવ્યા હતા અને ચૂંટણી સુરક્ષિત રીતે યોજવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ 18મી લોકસભાના તમામ નવા ચૂંટાયેલા સભ્યોને પણ શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદભવન પહોંચ્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદભવન પહોંચ્યા છે. સંસદ ભવન પહોંચતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. થોડીવારમાં જ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે.

રાષ્ટ્રપતિ મુર્મૂ સંસદ માટે રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંસદ ભવન માટે રવાના થયા. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ મૂર્મૂ સંબોધન કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણના અડધા કલાક પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે.

ને શિવસેનાને ટેકો, રાષ્ટ્રપતિને પણ સરમુખત્યારશાહીના ટેકેદાર ગણાવ્યાં

રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવા પર આમ આદમી પાર્ટી, શિવસેના (UBT) એ કહ્યું કે રાષ્ટ્રપતિ પણ સરમુખત્યારશાહી માટે જવાબદાર છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, ‘હું આમ આદમી પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરું છું. જે રીતે સરમુખત્યારશાહી ચાલી રહી છે તેના માટે રાષ્ટ્રપતિ પણ જવાબદાર છે. રાષ્ટ્રપતિએ સરમુખત્યારશાહી સામે સરકારને રોકવી જોઈએ.

રાષ્ટ્રપતિના સંબોધનનો AAP બહિષ્કાર કરશે

આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કરશે. એક દિવસ પહેલા કથિત લીકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડનો મેમો વેકેશન બેંચના સ્પેશિયલ જજ અમિતાભ રાવતને સોંપ્યો હતો, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટેનું કારણ જણાવવામાં આવ્યું હતું. સીબીઆઈના જણાવ્યાનુસાર, કેજરીવાલની પૂછપરછ અને ધરપકડ પાછળનું મુખ્ય કારણ એ છે કે મુખ્યમંત્રી તરીકે તેઓ કેબિનેટનો ભાગ હતા જેણે વિવાદાસ્પદ નવી લીકર પોલિસીને મંજૂરી આપી હતી.

રાજ્યસભાનું 264મું સત્ર પણ આજથી શરૂ

નવી લોકસભાનું પ્રથમ સત્ર ગયા સોમવારથી શરૂ થયું હતું. આ સિવાય રાજ્યસભાનું 264મું સત્ર પણ આજથી શરૂ થશે.

અભિભાષણ શું હોય છે?

બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછીના સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે. તે ગયા વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને પણ પ્રકાશિત કરે છે અને આગામી વર્ષ માટેની પ્રાથમિકતાઓની રૂપરેખા દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x