રાષ્ટ્રીય

સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં આકર્ષક ઉછાળો, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ સુધી વધી

ભારતીય શેરબજારમાં નવા માસની શરૂઆત આકર્ષક રહી છે. નજીવા સુધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી ખૂલ્યા બાદ અંતે મોટા ઉછાળા સાથે બંધ રહ્યા છે. રોકાણકારોની મૂડી રૂ. 3.87 લાખ કરોડ વધી છે. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં 20 ટકા સુધીના ઉછાળા સાથે નવી રેકોર્ડ ટોચ જોવા મળી છે.

સેન્સેક્સ આજે 589.21 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 443.46 પોઈન્ટ ઉછળી 79476.19 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 131.35 પોઈન્ટ ઉછળી 24141.95 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ 443.12 લાખ કરોડ સાથે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચી છે. પાવર, રિયાલ્ટી સિવાય ટોચના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાં 1.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

મીડકેપ અને સ્મોલકેપ શેર્સમાં તેજીનો માહોલ જારી છે. મીડકેપ સેગમેન્ટમાં પોલિસીબાઝાર, કેસ્ટ્રોલ ઈનડિયા, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, પતંજલિ સહિતના 90 શેર્સમાં સુધારો નોંધાવાની સાથે ઈન્ડેક્સ 46711.27ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. સ્મોલકેપ સેગમેન્ટમાં વોકફાર્મા, અતુલ ઓટો, વેરાન્ડા, સુબ્રોસ, સહિત 20 શેર્સમાં 11થી 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીએસઈ ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે ફરી નવી 17497.86ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.

માર્કેટ નિષ્ણાતના નજરે બજારની સ્થિતિ

જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિઝના રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે, “યુએસ પીસીઇ ફુગાવામાં ઘટાડાને કારણે સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા દરમાં ઘટાડો થવાની આશા વધી છે. આ આશાવાદે IT શેરોના મજબૂત પ્રદર્શનમાં ફાળો આપ્યો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વલણ નજીકના ગાળામાં ચાલુ રહેશે. વિવેકાધીન ખર્ચમાં રિકવરીની અપેક્ષાઓ સાથે રોકાણકારો હવે આગામી યુએસ જોબ ડેટા અને વ્યાજ દરો પર વધુ સંકેત માટે ફેડ ચેરના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x