રાષ્ટ્રીય

બિહારમાં 15 દિવસમાં 7મો બ્રિજ ધરાશાયી

બિહારમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે. અગાઉ છ બ્રિજ ધરાશાયી થયા છે ત્યારે આજે વધુ એક 35 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે. 15 દિવસના ગાળામાં બિહારમાં આ સાતમો બ્રિજ ધરાશાયી થયો છે. આજે (3 જૂલાઈ)એ મહારાજગંજ બ્લોકના દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો. જેના કારણે આજુબાજુના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી. હજુ 10 દિવસ પહેલા જ એક બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. ત્યારે આજે ફરીએકવાર 35 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કે બ્રિજ બાદ એક પણ વખત તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું જેના કારણે બ્રિજ ધરાશાયી થયો હતો.

બ્રિજ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો

સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉનો બ્રિજ તૂટી પડવાની ઘટના પણ માટીના વધુ પડતા ધોવાણને કારણે થઈ હતી. આ બ્રિજ પણ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો છે. કેટલાક લોકોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવી હતી. દેવરિયા પંચાયતના વડા અને સ્થાનિક સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ બ્રિજ 1998માં તત્કાલિન સાંસદ પ્રભુનાથ સિંહ દ્વારા રૂપિયા 6 લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજો (ધામી નદી પરનો) બ્રિજ 2004માં રૂપિયા 10 લાખના ખર્ચે બનાવડાવ્યો હતો.

અગાઉ ગંડક કેનાલ પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો

નોંધનયી છે કે અગાઉ સિવાન (Siwan)માં ગંડક કેનાલ પર બનેલો બ્રિજ જૂનની 22મીએ અચાનક તૂટી પડ્યો હતો. પહેલા બ્રિજનો એક પિલર પડી ગયો અને થોડીવારમાં આકો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટના દારૌંડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની હતી. પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બનેલો બ્રિજ પણ ઘણો જૂનો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x