રાષ્ટ્રીય

આજે સાત રાજ્યોમાં વિધાનસભાની 13 બેઠકો પર પેટા ચૂંટણી

આજે સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરના પણ ભાવિનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની ચાર, ઉત્તરાખંડની બે, હિમાચલ પ્રદેશની ત્રણ, બિહારની એક, પંજાબની એક, તમિલનાડુની એક અને મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે.

પશ્ચિમં બંગાળમાં રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા. હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાગાગઢ, ઉત્તરાખંડમાં બદરીનાથ અને માંગલોર, બિહારની રુપોલી, તમિલનાડુની વિકરાવંદી, મધ્ય પ્રદેશની અમરવાડા, પંજાબની જલંધર પશ્ચિમમાં પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસે 42માંથી 29 બેઠકો જીતી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.પશ્ચિમ બંગાળમાં ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં 18 બેઠકો મળી હતી. જે ઘટીને 2024ની લોકસભા ચૂંટણીમાં 12 થઇ ગઇ છે.

ઉત્તરાખંડમાં એવું કહેવામાં આવે છે કે રાજ્યમાં જે પક્ષની સરકાર હોય છે તે પક્ષ પેટા ચૂંટણી જીતે છે. ઉત્તરાખંડની જ્યારથી રચના થઇ છે ત્યારથી લઇને અત્યાર સુધી થયેલી 15 પેટાચૂંટણીઓમાંથી 14માં સત્તાધારી પક્ષે વિજય પ્રાપ્ત કર્યો છે.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x