સુરતના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ AAP સાથે છેડો ફાડ્યો
સુરતમાં પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને રજીનામું આપી દીધું છે. રાજીનામાંમાં ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયાએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો છે. તેઓએ આજે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને પોતાનું રાજીનામું આપ્યું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ…સવિનય… હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.