વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં જુલાઈના અંત અને ઓગસ્ટની શરૂઆતમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. 15થી 17 જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે . 17થી 24 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓગષ્ટમાં વરસાદી ઘટ પૂરી થવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઘટ પુરી થશે. 17થી 24 જૂલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે.
જ્યારે ઓગષ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. ઓગષ્ટમાં વરસાદી ઘટ પુરી થાય તેવી શકયતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, ભાવનગર, જામનગર સહિત ભારે વરસાદ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદને લઈ આ આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની માહોલ જોવા મળશે. આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરાઈ છે.