ખાનપુર ગામમાં જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
દહેગામ તાલુકાના ખાનપુર ગામે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ખાનપુર ગામ અને વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા તેમજ નીતિન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતીક્ષા ગ્રામવનમાં વૃક્ષારોપણનો કાર્યક્ર્મ આયોજિત કરવામાં આવ્યો હતો.
આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.
આ ગ્રામવનમાં 4500 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલભાઈ દવે, પ્રાંત અધિકારી મોડીયા સાહેબ, દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ભગવાનદાસ પંચાલ, મિત્તલબેન પટેલ, ડૉ. નીતિન સુમંત શાહ તેમજ તાલુકા સદસ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.