જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી
ગાંધીનગર :
ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય નથી. જો કે છૂટાછવાયા ઝાપટા પડી શકે પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે.
ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી લો પ્રેશરની સિસ્ટમ હવે પશ્ચિમ તરફ આગળ વધવા લાગી છે. જેના લીધે અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. હળવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 13-14 ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાની સાથે દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.