ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી ના 15 ઓગસ્ટ ના તેઓના જન્મદિને વૃક્ષારોપણ તેમજ વૃદ્ધો, નિરાધારો, બહેરા, મૂંગા, અંધ શાળાના બાળકોને ભોજન કરાવશે.
ગાંધીનગર :
સાદુ જીવન-ઉચ્ચ વિચારને ગળથૂથીમાં ઝીલીને સતત સંઘર્ષના માર્ગથી સંતોષ મેળવવાનો અનોખો ગુણ ધરાવતા પરેશભાઈ સમાજમાં એક અનોખો ચીલો ચાતરનારા રાજકીય આગેવાન બન્યા છે. રાજકીય વારસો ધરાવતા ન હોવા છતાં આપબળે આઝાદીના સંગ્રામમાં યોગદાન આપનારા મહાન કોંગ્રેસ પક્ષમાં પોતાની સુઝબુઝ અને સામાન્ય જનની મુશ્કેલી દૂર કરવા માટે સતત તત્પર રહેતા પરેશભાઈના સાલસ સ્વભાવને કારણે બહોળું મિત્રવર્તુળ ધરાવે છે. સ્વાર્થ અને ટૂંકી દ્રષ્ટિના રાજકારણના યુગમાં પણ પરેશભાઈની લોકપ્રિયતા અઢારેય વર્ણમાં અનોખી તરી આવે છે. તેમની આગવી શૈલીને કારણે દરેક વ્યક્તિ પરેશભાઈમાં પોતીકાપણાંનો ભાવ અનુભવે છે ત્યારે આવા યુવા, જુજારુ, આક્રમક અને પોતાના બાવડાંના જોરે આગળ વધી રહેલાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી નો આવતી કાલે 15 મી ઓગસ્ટ ના રોજ 44 મોં જન્મદિવસ છે.
આવતીકાલે શ્રી ધાનાણી 15 મી ઓગસ્ટ ના દિને ધ્વજ વંદન કાર્યક્રમ પૂર્ણ કરી રક્ષાબંધન નિમિત્તે બહેન પાસે રાખડી બંધાવશે. ત્યારબાદ તેઓના જન્મદિન નિમિત્તે અમરેલી તાલુકાના રાંઢીયા ગામે બપોરે ૩:૦૦ કલાકે વૃક્ષારોપણ કરશે. તેમજ સાંજે અમરેલી ખાતેના “દીકરા નું ઘર” વૃદ્ધાશ્રમ ની મુલાકાત લઈને વૃદ્ધો, નિરાધારો, અંધશાળા ના બાળકો, બહેરા-મૂંગા બાળકો, મહિલા વિકાસ ગૃહ માં રહેતી બહેનો સાથે રહીને ભોજન કરાવશે.