ગાંધીનગરથી માત્ર 5 કિ.મી. અંતરે ખારી નદીમાંથી રેતીની બેફામ ચોરી
મગોડી ખાતે ખારી નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ગ્રામજનો દ્વારા રેતી ચોરી અંગે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ રેતી માફિયાઓને કોઈ અટકાવી શક્યું નથી. મગોડીની ખારી નદીના પટ વિસ્તારમાં ઉંડા ઉંડા ખાડા પડી ગયા છે. નદીમાંથી રેતી ઉલેચીને બહારના ભાગે ઢગલા કરવામાં આવે છે. ભૂસ્તર તંત્ર દ્વારા અહીં આકસ્મિક તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ખારી નદીના પટને થતું નુકશાન અટકાવવા જિલ્લા કલેક્ટર તપાસના આદેશ આપે તેવી લોકો દ્વારા અપીલ કરાઈ છે.