દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર
દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કડકડતી ઠંડીના માહોલ વચ્ચે દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે.
જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે મેદાની વિસ્તારોમાં ઓછા દબાણના વિસ્તારની અસર જોવા મળશે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વાદળો અને તેજ પવન ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. IMD એ આ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
તામિલનાડુમાં 17-20 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે
.