ગાંધીનગર

ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબે અમિતાભ બચ્ચનને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપી

ગાંધીનગર :

“કૌન બનેગા કરોડપતિ”ના સેટ પર આપવામાં આવેલી ભેટ મેળવી મહાનાયકે સેવા પ્રવૃત્તિને બિરદાવી : જે એપિસોડમાં ભેટ આપી તે આજે પ્રસારિત થશે

ટેલિવિઝનની દુનિયામાં “કૌન બનેગા કરોડપતિ” નામનો શો છેલ્લાં ૨૫ જેટલાં વર્ષોથી ખુબ લોકપ્રિયતા ધરાવે છે, તેનું સૌથી મોટુ કારણ આ શોના હોસ્ટ હિન્દી ફિલ્મ ઇતિહાસના સુપ્રસિદ્ધ અભિનેતા સુપરસ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે. ગાંધીનગરમાં પણ અમિતાભ બચ્ચનના ઘણાં પ્રસંશકો છે જે પૈકી ગાંધીનગર અમિતાભ બચ્ચન ફેન ક્લબના પ્રમુખ એડવોકેટ દિલીપસિંહ બિહોલા અવારનવાર મહાનાયકને મળવા મુંબઈ જાય છે. તાજેતરમાં જ ગત તા. ૨૫મી નવેમ્બરે તેઓ મુંબઈ ખાતે “કૌન બનેગા કરોડપતિ”ના શૂટિંગમાં પ્રેક્ષક તરીકે સામેલ થયાં હતા અને તેમની સાથે ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબના સ્થાપક પ્રમુખ સમીર રામી અને ઉપપ્રમુખ ભાવના રામી પણ જોડાયાં હતા. આ બંનેએ તેમની સંસ્થાની ચકલી બચવવાના અભિયાનની પર્યાવરણીય પહેલના ઓળખ સમા “હેપ્પી ચકલી ઘર” અમિતાભ બચ્ચનને ભેટમાં આપ્યા હતા જે મહાનાયકને ખુબ ગમ્યા હતા. તેમણે “હેપ્પી ચકલી ઘર” અંગે રસ દાખવી સમીર રામી પાસેથી નિરાંતે વાત કરીને તે પ્રોજેક્ટ અંગે વિગત પૂછીને સઘન જાણકારી મેળવી હેપ્પી યુથ ક્લબના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ સાથે અમિતાભ બચ્ચને તેમની ભેટ સ્વિકારી હતી અને તેમણે કેટલાંક “હેપ્પી ચકલી ઘર” પર તેમનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. 82 વર્ષે પણ તેઓ અદભૂત ઉર્જા અને સકારાત્મકતા ધરાવે છે જે સૌને પ્રત્યક્ષ અનુભવવા મળી જે એક અવિસ્મરણીય લ્હાવો હતો. શોમાં સામેલ થયેલા પ્રેક્ષકોને પણ હેપ્પી ચકલી ઘરની ભેટ આપવામાં આવી હતી. જે એપિસોડમાં તેઓ સામેલ થયાં હતા તે એપિસોડ સોની ટીવી પર તા.૧૨મી ડિસેમ્બર, ગુરુવારના રોજ રાત્રે ૯ કલાકે પ્રસારિત થવાનો છે જેને નિહાળવા અમિતાભ બચ્ચન ફેન ક્લબ, ગાંધીનર અને હેપ્પી યુથ ક્લબ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x