ઊંઝા APMCમાં ભાજપના 10 ઉમેદવારોમાંથી 5ની હાર, દિનેશ પટેલનો દબદબો યથાવત
આજે મહેસાણાની ઊંઝા APMCની ચૂંટણીની મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. APMCમાં ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આવી ગયું છે. ઊંઝા APMCમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો છે. APMCમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની થઈ હાર છે. જો કે, ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ પેનલની જીત થઈ છે. પરંતુ સામે ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે, તેનો અર્થ કે APMCની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું છે. દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડીને જીતને ઉત્સાહભેર ઉજવણી કરી છે.