ગાંધીનગર

ગાંધીનગરમાં ખનીજ માફિયાઓ સામે તંત્રની લાલ આંખ, 125 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

કલેક્ટર ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા બે દિવસમાં વાહન ચેકીંગની સઘન કામગીરી અલગ-અલગ વિસ્તારમાં રાત્રિ-દિવસ ના સમયે હાથ ધરી સાદીરેતી અને સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતાં ૦૪ વાહનો અને રોયલ્ટી પાસ વગર ખનિજના વહન કરતાં ૦૨ વાહનો એમ કુલ ૦૬ વાહનો જપ્ત કરવામાં આવેલ છે,
જેમાં ડમ્પર નં. GJ-08-AW-8215 માં સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં કલોલ તાલુકાના મોટી ભોયણ, ખાત્રજ ગામ ખાતેથી, ટ્રેક્ટર નં.GJ-09-BD-3067 માં સાદીરેતી ખનિજના રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન કરતાં માણસા તાલુકાના લાકરોડા ગામ ખાતેથી, ડમ્પર નં.GJ-18-AU-9548 માં સાદીમાટી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના વાસણા-હડમતીયા ગામ ખાતેથી, ડમ્પર નં. GJ-18-BV-8137 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ગાંધીનગર તાલુકાના નાના ચિલોડા ખાતેથી, ડમ્પર નં.GJ-18-AZ-5757 માં સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના નાના ચિલોડા ખાતેથી, ડમ્પર નં.GJ-18-AZ-6161 માં સાદીરેતી ખનિજના ઓવરલોડ વહન કરતાં ગાંધીનગર તાલુકાના નાના ચિલોડા ખાતેથી, એમ બિનઅધિકૃત કુલ આશરે ૧૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કલેક્ટર મેહુલ દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહીના પગલે, ઓક્ટોબર-૨૦૨૪ થી આજ દિન સુધી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 109 કેસો કરી 85.06 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ-૨૦૨૪-૨૫ દરમ્યાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 225 કેસો કરી 223.43 લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનનની કુલ બે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી. તેમજ અન્ય ૦૪ કેસોમાં કુલ દંડકીય રકમ રૂ.૪૩૦.૮૬ લાખની દંડકીય વસુલાતની નોટીસ પાઠવવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x