આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

રશિયામાં આખરે કેન્સર વેક્સિન તૈયાર, મફતમાં કરશે વિતરણ

સમગ્ર વિશ્વના દેશો કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતભર્યા સમાચાર માનવામાં આવી રહ્યા છે. રશિયાએ કહ્યું કે તેણે કેન્સરની વેક્સિન તૈયાર કરી લીધી છે જે તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ કરાવાશે.  રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે મોટી જાહેરાત કરી કે અમે કેન્સર સામે લડવા માટેની એક વેક્સિન વિકસાવી લીધી છે જે 2025 ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન મીડિયા અનુસાર રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે વિગતવાર માહિતી આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x