ચોટીલા જતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, વાંચો..
ચોટીલા ડુંગરે દર પૂનમના દિવસે 1થી 2 લાખ યાત્રિકો આવતા હોય છે, દર રવિવારે પણ પચાસ હજારથી એક લાખ અને તહેવારોમાં પણ આટલી મેદની રહેતી હોય છે જેના કારણે અહીં લગભગ રોજ એક કિલોમીટરનો ગીચ ટ્રાફિક જામ સર્જાય છે. રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે. ત્યારે આ રોડ પર ખાસ કરીને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતાં લાખો વાહનચાલકોને સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પાસે નીકળતાં આ હાઇવે પાસે નડે છે. રાજકોટથી સીધા અમદાવાદ કે અમદાવાદથી સીધા રાજકોટ જવા ઇચ્છતા વાહનો માટે આટલી જ સાઇઝનો નવો હાઇવે ચોટીલાને બાસપાય કરીને બનાવવા પ્રક્રિયા શરુ થઈ છે. રાજકોટથી ચોટીલા જતા ચામુંડા માતાજીના ડુંગરનો ગેઇટ આવે તે પહેલા હાઇવે પર એક ઓવરબ્રિજ આવે છે. આ બ્રિજ પહેલા જ ચાણપા ગામ પાસેથી કૂલ આશરે 219 કરોડ રૂપિયાના ખર્ચે નવા 60 મીટર (200 ફૂટ) પહોળાઈનો અને આશરે 7 કિ.મી.લંબાઈનો સિક્સલેન રોડ બનાવાશે. જે સીધો ચોટીલાને ઓળંગીને લિંબડી તરફ સાંગાણી ગામ પાસે નીકળીને સીધો અમદાવાદ એક્સપ્રેસ હાઇવેને મળશે.