ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી
ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યો છે. સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીનું મેનેજમેન્ટ કરી રહેલા રોબિન ઉથપ્પા પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના કર્મચારીઓના પગારમાંથી પીએફ તો કાપ્યું, પરંતુ તે રકમ તેમના કર્મચારીઓના ખાતામાં જમા નથી કરાવી. જે બાદ તેમની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય ક્રિકેટર પર કુલ 23 લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. આ વોરંટ પ્રાદેશિક પીએફ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ જારી કર્યું છે. રેડ્ડી તરફથી વોરંટ જારી કરવામાં આવ્યા બાદ પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.