અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરાયો
અમદાવાદના SVPI એરપોર્ટ પર ઇન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોની અવરજવર માટે ટર્મિનલ 1 અને 2 વચ્ચે બે ઈન્ટર-ટર્મિનલ ઇલેક્ટ્રિક શટલ બસ સેવા શરૂ કરી છે. નવી ઈ-બસોની મફત શટલ સેવા દર 30 મિનિટે 24 કલાક, બપોરે 11 થી 3 સિવાય ઉપલબ્ધ રહેશે. દરેક બસ CCTV કેમેરા, GPS ટ્રેકર, ઇમરજન્સી પેનિક બટન અને મેડિકલ કીટથી સુસજ્જ છે, જે મુસાફરોની સલામતી અને સુરક્ષાને સક્ષમ બનાવે છે. આ EV શટલ બસ સેવા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 20 ટન CO2 અને અશ્મિભૂત ઇંધણના વપરાશમાં એક વર્ષમાં આશરે 7,500 લિટરનો ઘટાડો કરશે. આ અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડની ટકાઉપણું અને મુસાફરોની સુવિધા વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.