દહેગામ-નરોડા હાઇવે નર્મદા કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો ધરશાયી, કલેકટરે લીધી મુલાકાત
દહેગામ-નરોડા સ્ટેટ હાઇવે પર આવેલ સરદાર સરોવર નર્મદા નિગમની કેનાલ પર આવેલ ઓવર બ્રીજનો એક હિસ્સો જર્જરિત થઈ ધરાશાયી થતાં મુકેશ પુરી એમ.ડી. એસ.એસ.એન.એલ, કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવે, પ્રાંત અધિકારી ગાંધીનગર પાર્થ કોટડીયા સહિત અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી.
સ્થળ તપાસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે કોઇ જાન હાની થયેલ નથી તેની પુષ્ટિ કરવામાં આવી છે. તથા તાત્કાલિક સુરક્ષા ના પગલા હેતુ તુટેલા બ્રિજની આજુ બાજુમાં પતરાના શેડ લગાવવાની કામગીરી હાલમાં ચાલું છે,
અને તકેદારી ના ભાગરૂપે ટ્રાફિક નિયમન જેવા અન્ય આનુષાંગિક પગલાં પણ લેવામાં આવ્યાં છે.